પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે જૂનાગઢ જિલ્લાના ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે તેમજ વિવિધ ગ્રામ પંચાયત, પ્રાથમિક શાળાઓમાં રાજ્યપાલ દેવવ્રત આચાર્ય દ્વારા લાઇવ પ્રસારણના માધ્યમથી ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને મ્ૈંજીછય્ ગાંધીનગર મારફતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂત તાલીમ કેન્દ્ર, પ્રાથમિક શાળા, ગ્રામ પંચાયત ખાતેથી ખેડૂતો જાેડાયા હતા અને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ લાઇવ પ્રસારણમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવાનું આહવાન કર્યું હતું. તે ઉપરાંત જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખ તથા પંચાયત અધિકારીઓ અને કર્મચારીઓએ પણ લાઇવ પ્રસારણ નિહાળી માર્ગદર્શન મેળવ્યુ હતું.