દેશનો દરેક નાગરિક ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં સામેલ થઇને પોતાના ઘરે, સંસ્થા, શાળા, કોલેજાેમાં તિરંગો લહેરાવે તેવો પ્રેરક સંદેશ જૂનાગઢના સંતો-મહંતો આપી રહ્યા છે. ભવનાથમાં આવેલ ગુરૂ ગોરક્ષનાથ આશ્રમના મહંત શેરનાથ બાપુએ કહ્યું કે, દરેક લોકોને આ ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં જાેડાઇ અને પોતાના ઘરમાં તિરંગા લગાવીને ઘરને રાષ્ટ્ર મંદિર બનાવવુ જાેઇએ. જે દેશમાં જન્મ લીધો છે અને જે દેશમાં આપણે સમૃધ્ધ થયા છીએ, એ માતૃભૂમિનુ આપણે આપણા ગજા અનુસાર ઋણ ચૂકવવું જ જાેઇએ. સરકાર દ્વારા તો આઝાદીના અમૃત મહોત્સવ અન હર ધર તિરંગા કાર્યક્રમ યોજાઇ જ રહયો છે પરંતુ આપણા ઘર ઉપર રાષ્ટ્ર ધ્વજ લહેરાવવો આપણો એક દેશપ્રેમી અને જાગૃત નાગરિક તરીકેની નૈતિક જવાબદારી છે.