કેશોદમાં બસ સ્ટેન્ડ રોડ ઉપર એક યુવાને છરી બતાવી એસટી બસને રોકી ફરજમાં રૂકાવટ અંગે પોલીસ ફરિયાદ

0

જૂનાગઢ જીલ્લાનાં કેશોદમાં ગઈકાલે ધોળેદિવસે લુખ્ખાગીરીના દ્રશ્યો સામે આવ્યા છે. એક કારચાલકે એસટી બસની આડે કાર મૂકી ડ્રાઈવરને છરી બતાવી ધમકી આપી રહ્યો હોવાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થયો છે. છરી બતાવી રસ્તાની વચ્ચે જ એસટી બસ ઉભી રખાવી દેતા થોડીવાર માટે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. જૂનાગઢના કેશોદને જે વીડિયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થયો છે. તે વીડિયોમાં કેશોદ બસ સ્ટેન્ડ રોડ ઉપર એક શખ્સ એસટી બસની આડે પોતાની કાર મૂકી છરી સાથે બસના ડ્રાઈવરને ધમકાવી રહ્યો છે. રસ્તા વચ્ચે જ એસટી બસ ઉભી રખાવી દેતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. કારમાં સવાર વ્યકિતએ કેશોદ બસ સ્ટેન્ડ ઉપર ધોળે દિવસે છરી કાઢી લુખ્ખાગીરી કરતા નજરે પડ્યો હતો. પોતાની કાર રોંગ સાઈડમાં ચલાવી એસટી બસના ડ્રાઈવર સાથે બબાલ કરી હતી. જાહેર રસ્તા ઉપર થયેલી બબાલના કારણે થોડીવાર માટે કેશોદ બસ સ્ટેન્ડ રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. કેશોદથી ફાગડી રૂટની એસટી બસને કેશોદના એક યુવાને છરી બતાવી રોડ ઉપર જ ઉભી રાખી હતી અને ડ્રાઇવરને ધમકી આપ્યાનું સામે આવ્યું છે. દરમ્યાન ગઈકાલે ધોળાદિવસે એસટી બસ રોકી અને છરી બતાવનાર પક્કા કારાભાઈ હડીયા હોવાનું ખૂલ્યું છે. કેશોદનાં કરેણી ગામે રહેતા સુરેશભાઈ જાેધાભાઈ ગળચર(ઉ.વ.૪૩) એસટી ડ્રાઈવર એસટી બસ લઈ ફાગડી બાજુ જતા હતા ત્યારે કેશોદ તાલુકા પંચાયત પાસે આ બનાવ બન્યો હતો.
આરોપી પ્રકાશ કાળાભાઈ હડીયા વિરૂધ્ધ સુરેશભાઈએ છરી લઈ પોતાની પાસે આવી ડ્રાઈવીંગ સીટ બાજુનો દરવાજાે ખોલવાની કોશીષ કરી અને ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા કેશોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!