કેશોદમાં મુસ્લિમ સમાજ દ્વારા મહોરમની ઉજવણી કરવામાં આવી હતી. ઇમામી હુસેને કુરબાની આપેલ હતી તેની યાદમાં મહોરમની ઉજવણી કરવામાં આવે છે.
દર વર્ષે મહોરમ નિમીતે મુસ્લિમ સમાજ દ્વારા મહોરમ નિમીતે દશ દિવસ ન્યાઝના આયોજન કરવામાં આવેલ હતું. મુસ્લિમ ધર્મ નિતી નિયમો મુજબ દશ દિવસ ન્યાઝનું આયોજન નવમી દશમી મહોરમના દિવસે મુસ્લિમ સમાજ દ્વારા રોઝા રાખી ઇબાદત કરી ઈસ્લામી હૂસેનની યાદ તાજા કરે છે. કેશોદમાં મુસ્લિમ સમાજ દ્વારા જુદા જુદા ચૌદ જેટલા તાજીયા બનાવવામાં આવેલ હતા. શહીદે કરબલાની યાદમાં ફાતીયા ખાની કરેલ અને સમસ્ત મુસ્લિમ સમાજનું ન્યાઝનું આયોજન કરવામાં આવ્યું
હતું.