Wednesday, September 28

કાયમી કર્મચારી સમાજનાં પ્રમુખનાં હુમલાનાં ઘેરા પડઘા : કોર્પોરેશન ખાતે સફાઈ કર્મચારી યુનિયન દ્વારા ધરણા પ્રદર્શન

0

જૂનાગઢ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કાયમી કર્મચારી સમાજનાં પ્રમુખ ઉપર ફરજ દરમ્યાન થયેલા હુમલાનાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે અને આજે કોર્પોરેશન ખાતે ધરણાપ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. સફાઈ કામદાર કર્મચારી યુનિયન મહાનગરપાલિકા, જૂનાગઢ દ્વારા કોર્પોરેશનનાં કમિશ્નરને એક પત્ર પાઠવી અને રજૂઆત કરતા જણાવેલ છે કે, કાયમી કર્મચારી સમાજનાં પ્રમુખ દિનેશભાઈ ડી. ચુડાસમા ફરજ ઉપર હતા ત્યારે તેમનાં ઉપર હુમલો થયો છે અને ફરજમાં રૂકાવટ થઈ છે. કાયમી કર્મચારી તથા વાલ્મીક સમાજનાં પ્રમુખ એવા દિનેશભાઈ ચુડાસમા ઉપર જે હુમલાનો બનાવ બનેલ છે તે બનાવનાં અનુસંધાને આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી તેમજ તમામ સફાઈ કામદારોને ફરજ દરમ્યાન સુરક્ષા મળવા અંગેની માંગણી કરવામાં આવી છે અને જયાં સુધી આરોપીની ધરપકડ ન થાય ત્યાં સુધી મહાનગરપાલિકા કચેરી ખાતે ધરણા અને પ્રદર્શન કરવામાં આવશે તેવી ચિમકી સાથે આજે સફાઈ કર્મચારી યુનિયન દ્વારા ધરણા-પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો.

error: Content is protected !!