જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની તથા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટી સુચના અને માર્ગદર્શન મુજબ જીલ્લામાં નશીલા પદાર્થો/માદક પદાર્થો (એન.ડી.પી.એસ.)ની બદી સદંતર નેસ્તનાબુદ કરવા તથા આવા ગેરકાયદેસર નશીલા પદાર્થો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા માટે ખાસ સુચના આપેલ. જે અન્વયે એસઓજી જૂનાગઢનાં પીઆઈ એ.એમ. ગોહીલ તથા પીએસઆઈ જે.એમ. વાળા તથા સ્ટાફ સતત પ્રયત્નશીલ છે. જે અન્વયે જૂનાગઢ એસઓજીની ટીમ માંગરોળ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન એસઓજીનાં હે.કો. એ.સી. વાંકને ખાનગી રાહે હકીકત મળે કે માંગરોળ બંદર પાસે, સમુદ્ર કિનારે નવી બની રહેલ જે.ટી. પાસે અવાવરૂ જગ્યામાં શંકાસ્પદ પદાર્થ પડેલ છે. જે ચોકકસ હકીકતનાં આધારે એસઓજી ટીમ દ્વારા નવી બનેલ જે.ટી.નાં દરિયા કિનારે અવાવરૂ જગ્યામાં એક સફેદ કલરનું પ્લાસ્ટીકનું બાચકુ જાેવામાં આવેલ જે શંકાસ્પદ પદાર્થ બીનવારસુ હોય જેથી નાર્કોટીકસ પદાર્થની શકયતાને આધારે એફએસએલ અધિકારી આર.એચ. વાળાને જાણ કરેલ અને તેઓને સાથે રાખી પદાર્થની ચકાસણી કરતા પ્રાથમિક દ્રષ્ટીએ ચરસનો જથ્થો હોવાનું જણાયેલ જેથી કુલ ૭ પેકેટ કબ્જે કરેલ હતાં.
ત્યારબાદ દરિયામાંથી આ પ્રકારનાં નશીલા પદાર્થો/માદક પદાર્થોનાં પેકેટ મળી આવેલ હોવાની શકયતાને આધારે સમગ્ર દરિયાઈ પટ્ટી ઉપર સર્ચ કરવું જરૂરી હોય, માંગરોળ ડીવીઝનનાં ડીવાયએસપી ડી.વી. કોડીયાતરનાં માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જીલ્લામાં આવેલ સમગ્ર દરિયાઈ પટ્ટી વિસ્તારમાં જૂનાગઢ એસઓજી, માંગરોળ મરીન પોલીસ, ચોરવાડ પોલીસ તથા શીલ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી આંત્રોલીથી ચોરવાડ સુધીનાં દરિયાઈ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરેલ હતું જે દરમ્યાન વધુ ૩૩ પેકેટો મળી આવેલ હતાં. ત્યારબાદ નશીલા પદાર્થો/માદક પદાર્થોનાં પેકેટ મળી આવેલ હોવાથી સર્ચ ઓપરેશન સતત ચાલુ રાખવામાં આવેલ અને સર્ચ ઓપરેશન દરમ્યાન વધુ ૬પ પેકેટ મળી આવેલ હતાં. દરમ્યાન જૂનાગઢ જીલ્લાનાં દરિયાઈ પટ્ટી વિસ્તારમાંથી આજદિન સુધીમાં ચરસનાં કુલ ૧૦૪ પેકેટો મળી આવેલ જેની કિંમત રૂા. ૧,૭૧,૦૦,૦૦૦નો મુદામાલ કબ્જે કરેલ છે. તેમજ હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે અને આ નશીલા પદાર્થો/માદક પદાર્થોનાં પેકેટ કયાંથી આવ્યા અને કોણે ફેંકયા વિગેરે દિશામાં તપાસ ચાલુ છે. આ કામગીરીમાં માંગરોળ ડીવીઝનનાં ડીવાયએસપી ડી.વી. કોડીયાતર, એસઓજીનાં પીઆઈ એ.એમ. ગોહીલ, માંગરોળ મરીન પોલીસ સ્ટેશનનાં પીઆઈ એન.આઈ. રાઠોડ, માંગરોળનાં સીપીઆઈ આર.બી. ગઢવી, એસઓજનાં જે.એમ. વાળા, શીલનાં આર.એસ. સોલંકી, ચોરવાડનાં પીએસઆઈ એસ.એન. ક્ષત્રીય, એસઓજીનાં પુંજાભાઈ ભારાઈ, સામતભાઈ બારીયા, એમ.વી. કુકડીયા, મજીદખાન પઠાણ, અનિરૂધ્ધસિંહ વાંક, રવિકુમાર ખેર, ભરતસિંહ સિંઘવ, બાબુભાઈ કોડીયાતર, જયેશભાઈ બાકોત્રા, શૈલેન્દ્રસિંહ સીસોદીયા, કૃણાલ પરમાર, વિશાલભાઈ ડાંગર, માંરગોળનાં હરેશભાઈ ડોડીયા, દિપસિંહ ડોડીયા, આશિષ પરમાર, પ્રતાપસિં સીસોદીયા, રાજુભાઈ ગરચર, સંજયભાઈ ઓડેદરા, શીલનાં જૈતાભાઈ સિંઘવ, દિપસિંહ સીસોદીયા, ખીમજીભાઈ સીસોદીયા, દર્શનભાઈ મકવાણા, સંજયભાઈ જાેટવા, ગોવિંદભાઈ ડાંગર, ચોરવાડનાં બાલુભાઈ સિંઘવ, વિક્રમસિંહ સીસોદીયા, જીલુભા ભલગરીયા, વિપુલભાઈ ચોપડા વિગેરે સ્ટાફ આ કામગીરીમાં જાેડાયેલ હતો.