ખંભાળિયા નજીક પુરપાટ જતા વાહને નંદીને અડફેટે લેતા ગંભીર : ૧૫૦ ટાંકા અને ઓપરેશનથી પશુનો જીવ બચાવાયો

0

ખંભાળિયા-પોરબંદર માર્ગ ઉપર ગત રાત્રે એક અજાણ્યા વાહનના ચાલકે આ માર્ગ ઉપર એક બળદને અડફેટે લેતા ગંભીર રીતે ગવાયેલા આ બળદને સેવાભાવી યુવાનો તથા તબીબોની જહેમતથી બચાવવામાં સફળતા મળી છે. આ અંગેની વિગત મુજબ ખંભાળિયાથી પોરબંદર તરફ જતા માર્ગે વિંજલપર ગામ નજીકના હાઈ-વે ઉપર એક અજાણ્યા વાહનના ચાલકે એક નંદીને અડફેટે લેતા તેના શરીરે ઊંડા ઘા સાથે ગંભીર રીતે ઈજાગ્રસ્ત એવા આ નંદી બાબતે સ્થાનિકો દ્વારા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટને જાણ કરવામાં આવી હતી. જેથી ગ્રુપના દેશુરભાઈ ધમા સહિતના કાર્યકરો તાકીદે આ સ્થળે દોડી ગયા હતા અને આ બળદને જરૂરી સારવાર અર્થે અહીંની જાણીતી અબોલ તીર્થ વેટરનરી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. અહીં પશુપાલન અધિકારી અતુલ પટેલ તથા તેમની ટીમ દ્વારા મોડી રાત્રિના સમયે પણ દોડી આવી અને આ ઇજાગ્રસ્ત નંદીને ૧૫૦ જેટલા ટાકા લગાવી, જરૂરી સારવાર ઉપરાંત ગંભીર પરિસ્થિતિ વચ્ચે ઓપરેશન સહિતની તાકીદની સારવાર સફળ બનતા એનીમલ ગ્રુપના સેવાભાવી કાર્યકરો તથા પશુ ડોક્ટરોની ટીમની જહેમત સફળ રહી હતી અને આ નંદીનો જીવ બચાવવામાં સફળતા મળી હતી.

error: Content is protected !!