સાંપ્રત સંસ્થા દ્વારા બિહારના મનોદિવ્યાંગ બાળકનું પરિવાર સાથે મિલન કરાવ્યંુ

0

દિવ્યાંગો ક્ષેત્રે કામ કરતી સંસ્થા સાંપ્રત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જૂનાગઢ સંસ્થામાં સમગ્ર ગુજરાતમાંથી દિવ્યાંગ અનાથ બાળકો આવે છે. સંસ્થાના પ્રયાસોથી બાળકોના વાલી મળી રહે તે માટે પ્રયત્ન થઈ રહ્યા છે જેમાં ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ કતારગામ સુરત ખાતેથી આવેલું બાળક મનોદિવ્યાંગ હોય જેમના વાલી શોધવા માટે પ્રયત્ન કરેલ. આ બાળકના વાલી બિહારના કટીહાર જીલ્લાના ધપરસિયા ગામના મળી આવેલ. બાળકના આધાર કાર્ડની સંપૂર્ણ માહિતી મેળવી તેમના વાલી સુધી પહોંચ્યા હતા. દરમ્યાન ગઈકાલ તા.૧૦/૮/ર૦રરના રોજ તે ગામના સરપંચ તથા બાળકના પિતા બાળકને લેવા માટે પહોચેલ તમામ આધાર પુરાવા ચેક કરી બાળકને તેમના પરીવારને સોંપેલ. આ રીતે અત્યાર સુધીમાં આવા પાંચ મનોદિવ્યાંગ બાળકોને તેમના પરીવાર સાથે મિલન કરાવેલ છે. આ કાર્યક્રમમાં જૂનાગઢ તાલુકાના પ્રમુખ હરીભાઈ પરમાર તથા ડુંગરપુર ગામના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહેલ. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર તથા સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.

error: Content is protected !!