જૂનાગઢ જિલ્લાની શાળાઓમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઇ હતી. વિદ્યાર્થીઓ દ્વારા વન્ય પ્રાણીઓ જાળવણી માટેની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી તેમજ સિંહના મોહરા પહેરીને વન્ય પ્રાણીની જાળવણી માટે રેલી કાઢવામાં આવી હતી તેમ જિલ્લા શિક્ષણ અધિકારી જલ્પાબેન ક્યાડાની યાદીમાં જણાવાયું છે.