ક્રિષ્ના સ્કુલ અને પ્રયાગ હોસ્ટેલ જૂનાગઢમાં તા.૧૦/૮/ર૦રરના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત ગુજરાતમાં એશિયાઈ સિંહો અને વન્ય જીવો વચ્ચે સંઘર્ષની ઘટનાઓમાં લોકોમાં જાગૃતિ નિર્માણ થાય, સિંહ પ્રત્યે મિત્રભાવ કેળવાય તે અંગેનું માર્ગદર્શન શિક્ષકો દ્વારા આપવામાં આવ્યું અને સિંહોના રક્ષણ માટે વિદ્યાર્થીઓ દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.