શ્રી રામનગર પ્રાથમિક શાળા ખારા વિસ્તાર ઉનામાં તા.૧૦ ઓગષ્ટ વિશ્વ સિંહ દિવસ ઉપક્રમે સમગ્ર દેશનું ગૌરવ અને ગીરની આગવી ઓળખ સિંહ અને વિશ્વ સિંહ દિવસ નિમિત્તે અને ગીર-સોમનાથ સિંહના સંવર્ધન અને સંરક્ષણ માટે જાગૃતિ અર્થે મહારેલીઓ યોજાઇ હતી. શ્રી રામનગર પ્રાથમિક શાળાના ૨૫૦થી વધુ વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ભાગ લઇ સિંહના સંરક્ષણ અને સવર્ધન માટે રેલીમાં જાેડાઈ હતા અને પ્રતિજ્ઞા લીધી હતી. આ મહાજાગૃતિ રેલી સંકલ્પની નોંધ ઊના તાલુકામાં લેવામાં આવી હતી. શ્રી રામનગર પ્રાથમિક શાળા ખારા વિસ્તારના વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રકૃતિપ્રેમીઓ, ગ્રામજનો સહિત કુલ ૨૫૦થી વધુ લોકો જાેડાયા હતા. એસ.એસ.ડી. કોલેજના બી.એડ.ના સાંસ્કૃતિક પ્રભારી ક્રિષ્નનભાઈ મહેતા તથા શ્રી રામનગર પ્રાથમિક શાળાના આચાર્ય ગીતાબેન તથા ઉપશિક્ષક સંજયભાઈ જાેશીએ જણાવ્યું હતું કે, લોકજાગૃતિ માટે આજના બાળકો જે ભવિષ્યના નાગરિક છે તેઓ સિંહ, ગીર, ગીર વનસ્પતિ, વન્ય જીવો અને આપણા જીવન સાથે સિંહ કેવી રીતે અને ક્યાં જાેડાયેલ છે તે વિષે જાણે તે જરૂરી છે. તેમણે ઉમેર્યું હતું કે, આપણે સિંહનું જતન કરીએ તો સિંહનું સંરક્ષણ અને સંવર્ધન આપોઆપ થઇ જશે. ગુજરાત સરકાર દ્વારા વન્ય જીવો માટે અનેક સવલતો પણ કરવામાં આવી છે. વન્યજીવોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે એમ્બ્યુલન્સ સેવા, સિંહોને રેડિયો કોલર લગાડવામાં આવેલ, હાઈટેક ટેકનોલોજી વડે મોનીટરીંગ કરવામાં આવે છે. કાર્યક્રમનાં પ્રારંભે શ્રી રામનગર પ્રાથમિક શાળાના આચાર્યએ સર્વે શિક્ષકો અને આમંત્રિતોને આવકારી વિશ્વ સિંહ દિવસની ઉજવણીની વિગતો આપી જણાવ્યું હતું કે, સિંહોના જતન અને સંવર્ધન માટે માત્ર વનવિભાગ જ નહીં પણ આમ જનતાનો પણ એટલોજ સહકાર છે. સિંહ સંવર્ધનમાં વિદ્યાર્થીઓ ઉપરાંત વિવિધ સ્વંયમસેવી સંસ્થાઓ પણ ભાગ લઇ અને સિંહોના સંવર્ધન માટે ઉપસ્થિત સૌ કોઈએ પ્રતિજ્ઞા લીધી હતી. નોંધનીય છે કે, ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ અને વનવિભાગ અને વિવિધ સંસ્થાઓના અથાગ પ્રયત્નોના લીધે સિંહોની વસ્તીમાં વધારો થયો છે. વિશ્વ સિંહ દિનની ઉજવણી ગુજરાત સરકારના વનવિભાગ દ્વારા વર્ષ ૨૦૧૬થી કરવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓ શિક્ષકો વિવિધ સંસ્થાઓ અને ગ્રામજનો પણ ઉત્સાહથી ભાગ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષક સંજયભાઈ જાેશી, ગીતાબેન, જલ્પાબેન રાઠોડ, નીતાબેન ઝાલા, નાગજીભાઈ ગુજ્જર તથા ક્રિષ્નનભાઈ મહેતાએ કાર્યક્રમને સફળ બનાવવા પુરતો સહયોગ કર્યો હતો.