બિલખાથી આશરે નવ કિમી દૂર ગરવા ગીરનારની ગોદમાં અતિ પ્રાચીન અને ભવ્ય મથુરેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે. પૌરાણીક માન્યતા પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ આ શિવલીંગની સ્થાપના કરેલ છે. જંગલની મધ્યમાં આવેલ આ મંદિરનાં પ્રાંગણમાં જતા જ અદભૂત અને આહલાદક શાંતિનો અનુભવ થાય છે. જંગલ ખાતા દ્વારા સવારનાં ૮ વાગ્યાથી સાંજનાં ૪ વાગ્યા સુધી દર્શનાર્થીઓને આવવા-જવાની મંજુરી આપેલ હોય બિલખાનાં સામાજીક કાર્યકર વિશાલભાઈ ઝાલાએ તમામ શ્રધ્ધાળુઓને દર્શનનો લાભ લેવા અનુરોધ કરેલ છે.