રક્ષાબંધન તહેવાર વિશ્વ હિન્દુ પરિષદ સામાજિક સમરસતા પર્વ તરીકે પ્રતિવર્ષ ઉજવે છે. એ ક્રમના ભાગરૂપે આ વર્ષે પણ દુર્ગાવાહિની ટીમ દ્વારા રક્ષા સપ્તાહ તરીકે ઉજવણી કરી હતી. રક્ષા બંધનના ૭ દિવસ પૂર્વેથી જ સમાજમાં દરેક શ્રેણી વર્ગ પાસે જવાનું થયું, રક્ષા સૂત્ર બાંધવાનું થયું, ફક્ત ભાઈને જ નહિ પરંતુ પરિવારના કે સ્ટાફના તમામ બંધુઓ તેમજ ભાગીનીઓને રક્ષા સૂત્ર બાંધવામાં આવી હતી. એન્જિનિયર, સફાઈ કર્મચારી, પોલીસ, શ્રમિક વિસ્તાર, બિલ્ડર્સ, ઉદ્યોગપતિ, શિક્ષણવિદ સહિતની શ્રેણી થઈને કુલ ૬૦ સ્થાનો ઉપર ૩૦૦ રાખડી બાંધીને કાર્યક્રમ આપેલ હતો. જૂનાગઢના તમામ વોર્ડ વિસ્તારમાં પણ આ નિમિત્તે જવાનું થયું હતું. નોંધનીય એ બાબત છે કે, ચાલુ વરસાદમાં પણ બહેનો દ્વારા સંપર્ક સતત કાર્યરત રહ્યો હતો. આ કાર્યક્રમ પાછળનો હેતુ એ જ હતો કે, રક્ષાબંધન તહેવાર ફક્ત ભાઈ-બહેન પૂરતો સીમિત નથી પરંતુ હિન્દુ સમાજના તમામ વર્ગો આપણા જ ભાઈ છે, આપણાં જ બહેન છે, આપણું જ પરિવાર છે, આખું વિશ્વ એક પરિવાર છે એવા હેતુથી જ્યારે વિશ્વ હિન્દુ પરિષદ કાર્ય કરતું હોય ત્યારે સમાજને એક પરિવાર ગણી એમની રક્ષા કરવી એ પણ આપણી ફરજ છે. આ કાર્યક્રમનું આયોજન પ્રાંત દુર્ગા વાહિની ટોળી સદસ્ય તેમજ જૂનાગઢ મહાનગર સંયોજીકા રિંકલબેન તેમજ એમની જિલ્લા ટોળીના માર્ગદર્શન હેઠળ થયું હતું. એમની સાથેની ટીમમાં મનીષાબેન ખોડભાયા, તૃપ્તિબેન રૂપારેલીયા, તેજસ્વીનીબેન જાેશી, દ્રષ્ટિબેન જાેશી, ધ્વનિબેન મહેતા, માધવીબેન સેઠિયા, પીનલબેન દણીધારીયા, માનસીબેન મારૂ, ક્રિષાબેન મકવાણા તેમજ ધ્રુવીબેન રાઠોડ રહ્યા હતા.