સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ- જૂનાગઢ તથા રેલ્વે પોલીસના સંયુક્ત ઉપક્રમે ઈ-એફઆઈઆર કાર્યક્રમ યોજાયો

0

શ્રી સરદાર પટેલ એજયુકેશન ટ્રસ્ટ ખાતે રેલ્વેના ડી.વાય.એસ.પી. જે. કે .ઝાલાના અધ્યક્ષસ્થાને ઈ -એફ આઈ આર કાર્યક્રમ અંતર્ગત ટેલી ફિલ્મ બતાવવામાં આવી હતી તથા ઈ-એફઆઇઆરની વ્યાખ્યા કરતા જણાવેલ કે, મોબાઇલમાં ઇ-એફઆઇઆર એપ્લિકેશન ડાઉનલોડ કેમ કરવી ? ક્યારે કરવી ? કેવી રીતે ઉપયોગ કરી શકાય તેમજ ખાસ મોબાઈલ કે, વાહન ગુમ થાય તો તત્કાલ ઓનલાઇન ઈ -એફઆઈઆર કરી શકો એવી અધતન સુવિધા સરકારે ઉપલબ્ધ કરવામાં આવી છે. આ પહેલ ગુજરાત રાજ્યમાં શરૂ કરવામાં આવી છે તેનો લાભ વધુને વધુ નાગરિકોને મળે તે હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પી.એસ.આઈ. મોરી, ડો.હરિભાઈ ગોધાણી કેમ્પસ-જાેશીપુરાના કેમ્પસ ડાયરેક્ટર સી.પી. રાણપરીયા, વહીવટી અધિકારી ગજેરા, શૈક્ષણિક નિયામક વોરા, કોલેજના પ્રિન્સિપાલ ડો.જે.એ.સોજીત્રા, સ્કૂલના પ્રિન્સિપાલ જયશ્રીબેન રંગોલીયા તેમજ કોલેજની એન.સી.સી.ની વિદ્યાર્થીનીઓ, હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ અને ગુરૂજનો ઉપસ્થિત રહી સફળ બનાવ્યો હતો. સંસ્થાના ચેરમેન મેનેજિંગ ટ્રસ્ટી જે. કે. ઠેસીયા તથા જાેઇન્ટ મેનેજિંગ ટ્રસ્ટી મૃણાલી મેડમે અભિનંદન પાઠવ્યા હતા.

error: Content is protected !!