રૂા. પ૦૦નું ઈનામ મેળવવું છે ? તો ખોટી રીતે પાર્ક કરેલા વાહનની તસ્વીરો મોકલો

0

કેન્દ્રીય પરીવહન મંત્રી નિતીન ગડકરીએ એવું જાહેર કર્યુ છે કે કોઈપણ વાહન ચાલક માર્ગ ઉપર ખોટી રીતે વાહન પાર્ક કરશે અને કોઈ વ્યકિત તેનો ફોટો પાડીને તંત્રને મોકલશે તો આ વ્યકિતને રૂા. પ૦૦નું રોકડ ઈનામ આપવામાં આવશે. ખોટી રીતે અથવા નો-પાર્કીંગમાં વાહન પાર્ક કરનારાને રૂા. ૧૦૦૦નો દંડ ફટકારવામાં આવશે. ટ્રાફીક જામ અને વાહન અકસ્માતો રોકવા માટે આ નિયમ ઘડવામાં આવી રહયો છે. વાહન ચાલકને રૂા. ૧૦૦૦નો દંડ થાય તેમાંથી રૂા. પ૦૦ ખોટી રીતે પાર્ક કરેલા વાહનની તસ્વીર મોકલનારને આપવામાં આવશે.

error: Content is protected !!