કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ કહયું હતું કે અમલદારોએ મંત્રીઓ જે કહે તે તરત જ અમલમાં મુકવું જાેઈએ. કારણ કે સરકાર મંત્રીઓનાં દિશા નિર્દેશ અનુસાર કામ કરે છે. નાગપુરમાં એક કાર્યક્રમમાં માર્ગ મકાન પરીવહન મંત્રી નિતીન ગડકરીએ કહયું કે હું હંમેશા અધિકારીઓને કહું છું કે સરકાર તમારા કહેવા પ્રમાણે કામ કરશે નહીં. તમારે ફકત ‘હા’ સર કહેવાનું રહેશે. અમે જે કહીએ છીએ તેનો તમારે અમલ કરવો પડશે. સરકાર અમારા હિસાબે કામ કરશે.