કેશોદમાં તોલનાં ધંધા બાબતની બોલાચાલીમાં હુમલો : લુંટનો ગુનો દાખલ

0

કેશોદમાં ગંગનાથપરાની પાછળ, મોમાઈ સોસાયટી ખાતે રહેતા હરદાસભાઈ અરજણભાઈ નાગસએ બુધા દાસા સીંધલ, બાવન ધાના ગરચર વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામનાં આરોપી નં.૧ ફરિયાદી પાસે રૂા.ર૦૦ માંગતા હોય જે ઉધારીનાં રૂા.ર૦૦ ફરિયાદીએ આરોપી નં.૧ને તોલનાં ધંધામાં સમજવાનું કહેતા આરોપીઓએ બિભત્સ શબ્દો કહી, જાનથી મારી નાખવાની ધમકી આપી અને પેન્ટનાં ખીસ્સામાંથી આરોપી નં.રએ રૂા.પ,પ૦૦ કાઢી લઈ લુંટ કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા કેશોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સોરઠમાં વ્યાપક જુગાર દરોડા : પત્તાપ્રેમીઓને ઝડપી લેતી પોલીસ
જૂનાગઢ તાલુકા પોલીસે ખડીયા ગામે જુગાર અંગે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા પ શખ્સોને રૂા.૪,૧૪૦ની રોકડ સાથે ઝડપી લીધેલ છે. જયારે બિલખા પોલીસે ભલગામ ગામે જુગાર અંગે દરોડો પાડતા ૬ શખ્સોને રૂા.ર૦,૧૪૦નાં મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી લીધેલ છે. આ ઉપરાંત કેશોદ પોલીસે મઢડા ગામેથી ૭ શખ્સોને કરસનભાઈ ગોવિંદભાઈ જાેગલનાં મકાનેથી જુગાર રમતા ઝડપી લઈ રૂા.૮૮,૯૦૦નો મુદ્દામાલ જપ્ત કરી તેમનાં વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. જયારે માંગરોળ પોલીસે શાપુર રોડ ઉપર જુગાર અંગે દરોડો પાડતા ૭ શખ્સોને રૂા.૧૦,ર૯૦ની રોકડ સાથે ઝડપી લઈ તેમનાં વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભેંસાણનાં મોરવાડા ગામે દિવાલ માથે પડતા મૃત્યું
ભેંસાણ તાલુકાનાં મોરવાડા ગામે મકાન પાડવાનું કામ ચાલી રહ્યું હતું તે દરમ્યાન અકસ્માતે માથે દિવાલ પડવાનાં કારણે મોતીરામ બિશનભાઈ કિરાડને માથાનાં ભાગે ગંભીર ઈજા થતા તેનું મૃત્યું થયું છે. ભેંસાણ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
માનસીક બિમારીથી કંટાળી વૃધ્ધાનો આપઘાત
માણાવદર તાલુકાનાં બુરી ગામનાં વનિતાબેન રતીલાલ રાધેલીયા(ઉ.વ.૬પ)ને આંખની દવા ચાલું હોય અને માનસીક બિમાર હોય અને માનસીક બિમારીથી કંટાળી પોતાની મેળે ઝેરી દવા પી જતા તેનું મૃત્યું થયું છે.

error: Content is protected !!