રક્ષાબંધન તહેવાર વિશ્વ હિન્દુ પરિષદ સામાજિક સમરસતા પર્વ તરીકે પ્રતિવર્ષ ઉજવે છે. એ ક્રમના ભાગરૂપે આ વર્ષે પણ માતૃશક્તિ ટીમ રક્ષા બંધનની પૂર્વ સંધ્યાએ સેવા નિવૃત્ત પોલીસ કર્મી તેમજ મિલેટ્રીના બંધુઓને રક્ષા બાંધવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન પ્રાંત માતૃશક્તિ ટોળી સદસ્ય તેમજ જૂનાગઢ મહાનગર સંયોજીકા સીમાબેન દવે તેમજ એમની જિલ્લા ટોળી અને પ્રખંડ ટોળીના માર્ગદર્શન હેઠળ થયું હતું. એમની સાથેની ટીમમાં બિંદુબેન મારૂ, જાનકીબેન ભટ્ટ, રૂપલબેન મુલચંદાની, કિરણબેન રાણીંગા તેમજ રેશમાબેન તન્ના રહ્યા હતા.