જૂનાગઢ ભવનાથ તળેટી સ્થિત શ્રી રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના શ્રી મહંત પૂ. ઇન્દ્રભારતી બાપુ દ્વારા ભવનાથ તીર્થ ક્ષેત્રમાં સૌ પ્રથમ વખત રાષ્ટ્રીય પર્વની ઉજવણી શરૂ કરાય હતી અને છેલ્લા એક દાયકાથી ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ અને ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની પૂ.બાપુના આશ્રમ ખાતે ઉજવણી કરવામાં આવે છે અને પૂ. બાપુ અને ગિરનાર મંડળના સંતો, તિરંગો લહેરાવી ધ્વજવંદન કરે છે. હાલમાં પૂ. બાપુના આશ્રમે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે રોશનીનો ઝળહળાટ જાેવા મળી રહ્યો છે.