ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાં ભારેથી અતીભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે તેને લઈને તંત્ર સાબદુ બની ગયું છે. મળતા અહેવાલ અનુસાર, ખાસ કરીને દરિયાઈ વિસ્તારમાં વધુ તકેદારીનાં પગલા લેવામાં આવી રહ્યા છે. અગાઉ પોરબંદરનાં દરિયાઈ વિસ્તારોમાં ભયજનક સિગ્નલ લગાડવામાં આવ્યું હતું અને ત્યારબાદ માંગરોળ અને જૂનાગઢ જીલ્લાનાં દરિયાઈ વિસ્તારમાં સાવચેતીનાં આલબેલ સાથે ૩ નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. આ ઉપરાંત દરિયાઈ વિસ્તારમાં માછીમારી ન કરવા આદેશ જારી કરવામાં આવેલ છે અને જયાં સુધી બીજાે આદેશ ન આવે ત્યાં સુધી તકેદારી દાખવવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.