મહારાષ્ટ્રથી મંગાવેલ વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી લેતી જૂનાગઢ ક્રાઈમ બ્રાંચ

0

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટીનાં માર્ગદર્શન હેઠળ પ્રવર્તમાન સમયમાં વિદેશી દારૂ તથા જુગારની બદીને નસ્તનાબુદ કરવા અને આવી પ્રવૃતિ કરતા ઈસમો ઉપર ઘોંસ બોલાવી દબોચી લઈ ગેરકાયદેસર પ્રવૃતિને સંપૂર્ણપણે ડામી દેવા સુચના કરેલ હોય ગત તા. ૯ ઓગસ્ટનાં રોજ ક્રાઈમ બ્રાંચ જૂનાગઢનાં પીઆઈ એચ.આઈ. ભાટી તથા સ્ટાફ મહોરમ બંદોબસ્તમાં રોકાયેલ હતાં. દરમ્યાન પીઆઈ એચ.આઈ. ભાટી, પીએસઆઈ ડી.જી. બડવા, પ્રકાશભાઈ ડાભી તથા દિપકભાઈ બડવાને બાતમી મળેલ કે એક આઈસર ટ્રક એમએચ-૪૮-સીબી ૩પ૦૮માં બહારનાં રાજયમાંથી પૂર્વ આયોજીત કાવતરૂ કરી બનાવટી બિલટી આધારે ગેરકાયદેસર ભારતીય બનાવટનાં વિદેશી દારૂનો જથ્થો ભરી રાજકોટ તરફથી જૂનાગઢ તરફ આવે છે તેવી બાતમી મળતા વન સંશોધન રેન્જનાં ગેઈટ પાસે વોચમાં રહેતા થોડીવારમાં સાબલપુર તરફથી એક આઈસર ટ્રક આવતા જે રોકવાનો પ્રયાસ કરતાં ટ્રક રોકાયલ નહી જેથી પીછો કરી ટ્રક રોકાવતા ટ્રકમાંથી બે ઈસમો નીચે ઉતરી ભાગવા જતાં મુલાયમસીંગ રાજબહાદુર યાદવ (રહે. થાણે, મહારાષ્ટ્ર) તથા દિપેન્દ્ર ઠાકુરભાઈ પટેલ (રહે. દિવ)ને કોર્ડન કરી ઝડપી લઈ આઈસર ટ્રક તાલપત્રીથી બાંધેલ હોય જે તાલપત્રી ખોલતા અંદર તપાસ કરતા પ્લાસ્ટીકથી પેક કરેલ પુઠાની પેટીઓ પાર્સલવાળી જાેવામાં આવતા જેમાં એક પાર્સલ ખોલતા ભારતીય બનાવટનાં વિદેશી દારૂની પુઠાની અલગ અલગ બ્રાન્ડની પેટીઓ પડેલ હોય જે અલગ અલગ બ્રાન્ડની પેટી નંગ-ર૦૦ બોટલો નંગ ૬૯૯૬ કિંમત રૂા. ૯,૬૦,૦૦૦ તથા મોબાઈલ-૩, ટ્રક કિંમત રૂા. ૭,૦૦,૦૦૦ મળી કુલ રૂા. રૂા. ૧૬,૯૦,૦૦૦નો મુદામાલ કબ્જે કરી પ્રોહીબીશન ધારા હેઠળ હાજર મળી આવેલ તેમજ હાજર નહી મળી આવેલ ઈસમો વિરૂધ્ધ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવેલ છે. આ કામગીરીમાં ક્રાઈમ બ્રાંચનાં પીઆઈ એચ.આઈ. ભાટી, પીએસઆઈ ડી.જી. બડવા, વિજયભાઈ બડવા, નિકુલ પટેલ, પ્રકાશભાઈ ડાભી, જીતેષ મારૂ, દિપકભાઈ બડવા, જગદીશભાઈ ભાટુ, વનરાજભાઈ ચાવડા વિગેરે જાેડાયેલ હતો.

error: Content is protected !!