જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં રક્ષાબંધન પર્વની થઈ રહેલ ઉજવણી

0

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે રક્ષાબંધન પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. બહેન પોતાના ભાઈને આજે સુતરનાં તાંતણા રૂપી રક્ષા બાંધી અને શુભકામના પાઠવે છે. જયારે ભાઈએ પણ બહેનને સુરક્ષા માટેનું વચન આપે છે. પરંપરાથી ચાલી આવતા રક્ષાબંધન પર્વની આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાવભેર ઉજવણી થઈ રહી છે. છેલ્લા કેટલાક વર્ષો થયા તહેવારોમાં ભિન્ન મતમતાંતરો પ્રવર્તી રહયા હોય, જાે કે, પુનમનાં દિવસે જ રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવતો હોય છે પરંતુ આ વર્ષે ૧૪ (ચૌદશ)નાં દિવસે એટલે આજે રક્ષાબંધન પર્વ મનાવવામાં આવી રહયું છે. સામાજીક સંસ્થાઓ દ્વારા પણ રક્ષાબંધન પર્વ પ્રસંગે જુદા જુદા કાર્યક્રમ યોજવામાં આવી રહયા છે.

error: Content is protected !!