Friday, October 7

આઝાદી કા અમૃત મહોત્સવ અભિયાન અંતર્ગત જૂનાગઢમાં હર ઘર તિરંગા યાત્રાનો કાર્યક્રમ યોજાયો

0

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીનું અભિયાન ચાલી રહયું છે ત્યારે જૂનાગઢ સહિત રાજયનાં ૮ મહાનગરોમાં હર ઘર તિરંગા યાત્રાનું આયોજન સરકાર દ્વારા અને જીલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. જૂનાગઢ ખાતે પણ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે હર ઘર તિરંગા યાત્રાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આજે સવારે બહાઉદીન કોલેજ ખાતેથી હર ઘર તિરંગા યાત્રાનું પ્રસ્થાન મહાનુભાવોનાં હસ્તે કરવામાં આવ્યું હતું અને આ યાત્રા બેન્ડવાજાની સુરાવલી, મહાનુભાવોની હાજરી, વિદ્યાર્થીઓનાં વંદેમાતરમ્‌નાં સુત્રો સાથે કૃષિ યુનિવર્સિટીનાં સરદાર પટેલ સભા ગૃહ પહોંચી હતી જયાં મુખ્ય કાર્યક્રમ આઝાદી કા અમૃત મહોત્સવ યોજવામાં આવેલ હતો. (તસ્વીર ઃ ભાવિક જાેષી)

error: Content is protected !!