દ્વારકા : સદાનંદ સરસ્વતીજીનો ૬૪મો જન્મોત્સવ ઉજવાશે

0

શ્રાવણ સુદ બીજ તારીખ ૧૩-૮-૨૦૨૨ શનિવારના રોજ અનંતશ્રી વિભૂષિત જ્યોતિષ એવં દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામીશ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજશ્રીના પ્રથમ દંડી સન્યાસી તથા પરમપ્રિય શિષ્ય દંડી સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજશ્રીનો ૬૪મો જન્મોત્સવ શ્રીશારદાપીઠ દ્વારકામાં કાર્યક્રમો સાથે ઉજવવામાં આવશે. જન્મોત્સવ કાર્યક્રમની વિગત, તા.૧૩-૮-૨૦૨૨ શનિવાર સવારે ૮ કલાકે ભગવાનશ્રી ચંદ્રમોલેશ્વેર મહાદેવશ્રીનો અભિષેક તથા પૂજન, સવારે ૧૦ કલાકે ભગવાન શ્રીદ્વારકાધીશજીના શિખર ઉપર નૂતન ધ્વજા આરોહણ પૂજન તથા શ્રી શંકરાચાર્ય મહારાજશ્રીનું પાદુકા પૂજન તથા સંતોના આશીર્વાદ વચન, સાંજે ૪ કલાકે શ્રીશંકરાચાર્ય મઠ શ્રીશારદાપીઠ સંચાલિત વરવાળા ટીબી સેનેટેરીયમ ખાતે નિઃશુલ્ક આયુર્વેદ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. સર્વે ધર્મપ્રેમી જનતાને ઉપરોક્ત કાર્યક્રમમાં હાજર રહેવા સહ પરિવાર ઈષ્ટ મિત્રો સાથે સાદર આમંત્રિત છે.

error: Content is protected !!