અભિનેતા મલ્હાર ઠાકર જેમણે પોતાની પ્રથમ ફિલ્મ ‘છેલ્લો દિવસ બાદ’ ‘ગોલકેરી’, ‘પાસપોર્ટ’ અને અન્ય ઘણી સુપરહિટ ફિલ્મોથી દર્શકોના દિલ જીતી લીધા છે. મલ્હાર ઠાકર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક ડ્રીમબોટ તરીકે ઉભરી આવ્યા છે. હાલમાં મલ્હાર ઠાકર તેમના સમગ્ર કાસ્ટિંગ અને મેનેજમેન્ટ ક્રૂ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના ‘હર ઘર તિરંગા’ અભિયાનને સમર્થન આપી રહ્યા છે જેથી લોકોમાં તિરંગાને લઇને જનજાગૃતિ આવે અને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સૌ લોકો ઘરો ઉપર તિંરગો લહેરવા સંકલ્પબદ્ધ બને અને તિંરગો લહેરાવે. ગુજરાતની સિનેમાની આ હસ્તીએ આ વર્ષમાં પોતાના અવિશ્વસનીય અભિનય અને પાંચ આગામી પ્રોજેક્ટ્સથી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા છે. વેનીલા આઇસક્રીમ સોલો સ્પેરો ફિલ્મ્સ દ્વારા નિર્મિત અને બ્લેક હોર્સ પ્રોડક્શન્સ દ્વારા સહ નિર્મિત પ્રીત સિંહ દ્વારા દિગ્દર્શિત ટોચની ફિલ્મોમાંની એક છે. ફિલ્મનું શૂટિંગ ચોમાસામાં શરૂ થવાની ધારણા હતી. જાે કે, અગાઉ પણ કોરોના વાયરસ(કોવિડ-૧૯) અને લોકડાઉનને કારણે શૂટિંગ સ્થગિત કરવામાં આવ્યું હતું. ‘વિકીનો વરઘોડો’, ‘સારાભાઈ’, ‘સંદીપ પટેલ્સ અનટાઈટલ્ડ નેક્સ્ટ’ અને ‘ધુઆંધાર’ના સફળ લોન્ચ બાદ મલ્હાર ઠાકર ફિલ્મમાં વરૂણની ભૂમિકા ભજવતા મુખ્ય અભિનેતાના પાત્રમાં જાેવા મળશે, જે નાની અને કરૂણામય વાર્તાની સાથે જીવનના સૂર્ય અને પડછાયા પ્રદર્શિત કરશે. ફિલ્મમાં અર્ચન ત્રિવેદી, વંદના પાઠક અને સતીશ ભટ્ટ જેવા સુપરસ્ટારની સાથે આ ફિલ્મ કોમેડી, રોમાન્સ, ડ્રામા અને લાગણીઓનું સંપૂર્ણ પેકેજ હશે. ‘વેનીલા આઈસ્ક્રીમ’એ એક લવ સ્ટોરી છે, જે ઈમોશનલ ટચ સાથે એક ઘરની વાર્તાને દર્શાવે છે અને દર્શકોને તેમના વાસ્તવિક જીવનમાં આવો જ અનુભવ કરાવે છે. મલ્હાર ઠાકર કહે છે, ‘આઝાદીના ૭૫માં અમૃત મહોત્સવ ઉપર આપણા રાષ્ટ્રનું ગૌરવ વધારવા માટે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતૃત્વમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનને વેનીલા આઈસ્ક્રીમ’ની આખી ટીમ સંપૂર્ણ સમર્થન કરે છે. તેમણે ઉમેર્યું કે, આ મૂવી એક બ્લોકબસ્ટર સાબિત થશે કારણ કે અમારા ક્રૂએ શૂટિંગ ગ્રાઉન્ડ ઉપર શ્રેષ્ઠ કૌશલ્ય, પ્રતિભા અને જુસ્સો રજૂ કર્યો હતો. મને આ પ્રકારના પ્રતિભાશાળી ક્રૂની સાથે કામ કરીને આનંદ થાય છે અને અમે બધાએ દરેક વ્યક્તિના હૃદયને સ્પર્શતી સાચી લાગણીને રજૂ કરવાના અમારા પ્રયાસો કર્યા છે. મલ્હાર ઠાકર દ્વારા વિશિષ્ટ રોમકોમ શૈલીથી ઘણા લોકો મંત્રમુગ્ધ થયા છે. ‘વેનીલા આઈસ્ક્રીમ’ના લોન્ચિંગ બાદ તેઓ ‘કેસરિયા’ મૂવીમાં પોતાના અભિનય કૌશલ્યની સાથો જાેવા મળશે જે આપ સૌને ફરી એકવાર સ્તબ્ધ કરી દેશે.