દ્વારકામાં બળેવ પુનમ ભાવપૂર્વક ઉજવાઈ

0

વૈશ્યો માટે દિવાળી, ક્ષત્રિય માટે દશેરા, શુદ્ર માટે હોળી તેમજ બ્રાહ્મણો માટે શ્રાવણી પર્વ એ દિવાળી સમાન ગણાય છે. પ્રતિ વર્ષ શ્રાવણી પૂર્ણિમાનાં શુભ દિવસે બ્રાહ્મણો યજ્ઞોપવિત ધારણ કરે છે તે મુજબ બળેવ પુનમનાં રોજ દ્વારકાની પવિત્ર ગોમતી નદીનાં કિનારે બ્રાહ્મણો તથા લોહાણા સમાજએ શાસ્ત્રોકત વિધીથી સ્નાન કરી શુધ્ધિકરણ કરેલ અને જનોઈ ધારણ કરેલ હતી. આ દિવસે તમામ ભૂદેવો હેમાદ્રી સ્મરણ કરી દેહશુધ્ધિ કરી પ્રાયશ્ચીત કરે છે. પિતૃઓને તર્પણ કરી ઋષિ પુજન અને ઋષિ તર્પણ કરી દેવ, પિતૃ, ઋષિની આજ્ઞા અનુસાર નૂતન યજ્ઞોપવિત ધારણ કરે છે.
આ વર્ષોપર્યંતની પરંપરાને પણ હાલમાં દ્વારકા ગુગ્ગળી બ્રાહ્મણ જ્ઞાતિનાં પરીવારો દ્વારા જાળવી રાખવામાં આવેલ છે. ગુગ્ગળી જ્ઞાતિ પ૦પ સમસ્ત દ્વારા એક સાથે સમુહમાં શાસ્ત્રોકત પરંપરા અનુસાર જનોઈ ધારણ કરેલ હતી. જનોઈની પુજાવિધિ મંત્રોચ્ચાર સાથે જ્ઞાતિનાં અશ્વીનગુરૂ તથા ઘનશ્યામ ગુરૂ દ્વારા કરાવવામાં આવેલ હતી.

error: Content is protected !!