રાજગોર બ્રાહ્મણ યુવક મંડળ અને સમસ્ત જ્ઞાતિ પરીવાર દ્વારા જૂનાગઢ ગાંધીગ્રામ ખાતે આવેલ વિદ્યાર્થી ભુવન ખાતે રક્ષાબંધન નિમિત્તે સમુહ ભોજનનું આયોજન કરાયું હતું. જેમાં ૪પ૦થી વધુ પરીવારોએ ભોજન લીધુ હતું. આ તકે ધારાસભ્ય ભીખાભાઈ જાેષી, અશોકભાઈ પંડયા, વિનુભાઈ જાેષી, શશીકાંતભાઈ બોરીચાંગર, કમલેશભાઈ ભરાડ, ભીખુભાઈ જાેષી, પરસોતમભાઈ મહેતા, વિઠ્ઠલભાઈ શીલુ, મનુભાઈ રવિયા, દેવેન્દ્રભાઈ શીલુ, મનીષ મહેતા, ભદ્રેશભાઈ રવિયા સહિતનાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહયા હતાં. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા યુવક મંડળની ટીમે જહેમત ઉઠાવેલ હતી.