Friday, October 7

જૂનાગઢમાં વિહિપે આયુર્વેદીક લાડુ ગાય માતાને ખવડાવ્યા

0

ગૌપ્રેમીઓના આર્થિક યોગદાનથી વિશ્વ હિન્દુ પરિષદની જૂનાગઢ મહાનગરની ટીમ દ્વારા ગઈકાલે ૫૦ કિલો આયુર્વેદિક લાડુ ગાય માતાને લમ્પીના રોગથી રક્ષણ મેળવવા માટે બનાવ્યા હતા. આ લાડવા ગાંધીગ્રામ વિસ્તારમાં વિતરણ કરવામાં આવ્યા હતા. આ ક્રમ દરરોજ રહેશે. આ સેવાકાર્યની પ્રેરણાથી જૂનાગઢના અલગ-અલગ વિસ્તારમાં પણ સેવાકીય લોકો લાડવા બનાવવાનું શરૂ કર્યું છે જે ગૌરવની વાત છે. આ એક જન જાગરણનો વિષય છે. સમાજના છેવાળા વર્ગ સુધી આ વિષય પહોંચવો જાેઈએ જેથી દરેક વિસ્તારમાં રહેતી ગાયને દરરોજ આયુર્વેદિક લાડવા મળે. આ ભગીરથ કાર્યમાં મહાનગરના મંત્રી હિરેનભાઈ રૂપારેલિયા, સહમંત્રી જયેશભાઇ ખેસવાની, સહમંત્રી દેવલભાઈ ગોંધીયા, સદસ્ય સંજયભાઈ અજ્વાની, સદસ્ય હાર્દિકભાઈ મણિયાર, સહ સેવા પ્રમુખ અંકિતભાઈ ઝીલકા, કેશવ પ્રખંડમાં બજરંગદળ સંયોજક તન્મયભાઈ ચોલેરા, પ્રખર ગૌરક્ષક દીપતેસભાઈ ચુડાસમા તેમજ ભાવેશભાઈ બેઠવા, સંઘના કાર્યકર્તા શાશ્વતભાઈ ભલાણી, ગોપાલભાઈ ભટ્ટ તેમજ જયેશભાઇના પુત્ર દર્શભાઈ ખેસવની ઉપસ્થિત રહ્યા
હતા.

error: Content is protected !!