Monday, December 4

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના નિયમિત કુલપતિ તરીકે ચાર્જ સંભાળતાં ડો.વી.પી.ચોવટીયા

0

રાજય સરકાર દ્વારા ડો. વી.પી. ચોવટીયાની જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢનાં નિયમિત કુલપતિ તરીકે નિમણુંક કરવામાં આવતાં તેઓએ તારીખ ૧૦ ઓગસ્ટ, ૨૦૨૨નાં રોજ કુલપતિ તરીકેનો ચાર્જ સંભાળી લીધેલ છે. અગાઉ તેઓએ બે વર્ષ દરમ્યાન જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ તરીકે કરેલ કામગીરી ધ્યાને લઈ અને તેમની દીર્ઘદ્રષ્ટિ, વૈજ્ઞાનિક સૂઝ, વહીવટી કુનેહ અને સૌને સાથે રાખીને કામ કરવાના આદર્શ તેમજ યુનિવર્સિટીના વિકાસ પરત્વે તેમની નીષ્ઠાનો લાભ લઇ શકાય તેવા ઉમદ્દા હેતુથી રાજય સરકાર દ્વારા તેઓની કુલપતિ તરીકે નિમણુંક કરવામાં આવેલ છે. સરકારના આ ર્નિણયથી સૌરાષ્ટ્ર સહિતના રાજયનાં ખેડૂત સમાજ અને કૃષિ પરિવારમાં આનંદની લાગણી ફેલાય છે. રાજયના મુખ્યમંત્રી, કૃષિ મંત્રી, રાજય કક્ષાના કૃષિ મંત્રી તેમજ ભારતીય જનતાં પાર્ટીનાં અધ્યક્ષ દ્વારા સૌરાષ્ટ્રની કૃષિને ધ્યાને રાખી ખેડૂતોની નાડ પારખનાર કૃષિ વૈજ્ઞાનિક ડો. વી.પી. ચોવટીયાની નિમણુંક કરવામાં આવતાં સૌરાષ્ટ્ર વિસ્તારનાં સર્વે સંસદસભ્યો, ધારાસભ્યો સહિતનાં પદાધિકારીઓએ આભારની લાગણી વ્યકત કરેલ છે. આ તકે રાજયની કૃષિ યુનિવર્સિટીઓનાં કુલપતિઓ, અધિકારીઓ દ્વારા ડો. વી.પી. ચોવટીયાને અભિનંદન પાઠવવામાં આવેલ છે.

error: Content is protected !!