જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં આ વર્ષે ચોમાસાની શરૂઆત સાથે જ મેઘરાજાએ અનહદ કૃપા વરસાવી છે. ધીમી ધારે અને સતત વરસી રહેલા વરસાદને લઈને જૂનાગઢ શહેર અને જીલ્લાનાં વિવિધ તાલુકાઓમાં ૭૦ ટકાથી વધુ વરસાદ થઈ ચુકયો છે. આ વરસાદને કારણે નદી-નાળા, ડેમોમાં ભરપુર પાણીની આવક થઈ છે. બોર, તળાવ, ડંકીઓમાં પણ તળ ઉંચા આવી ગયા છે. આમ જળાશયો છલકાઈ ગયા છે જેને લઈને પાણીનું સંકટ દોઢ વર્ષ સુધી હલ થઈ ચુકયું છે. માંગ્યા પ્રમાણે આ વર્ષે વરસાદ વરસાવાનાં કારણે ખેડૂતોએ અષાઢ માસમાં જ મગફળી સહિતનાં પાકોનું વાવેતર કરી નાખ્યું હતું અને હળવાશથી વરાપની રાહ જાેવામાં આવતી હતી પરંતુ છેલ્લા દોઢ માસથી સતત વરસાદ દિવસ દરમ્યાન અચૂક આવે છે. સવારે, બપોરે કે સાંજે ગમે ત્યારે વરસદા અનરાધાર વરસી જાય છે. આ સતત વરસી રહેલા વરસાદને કારણે ખેતિ કાર્યમાં અવરોધ ઉભો થઈ રહયો છે અને નિંદામણ કાર્ય પણ થતું નથી ત્યારે જૂનાગઢ જીલ્લા અને ગિર સોમનાથ જીલ્લાની હાલત પણ એક સરખી જ થઈ રહી છે. આ બંને જીલ્લાનાં દરેક તાલુકામાં મગફળી સહિતનાં પાકમાં પાણી ભરાઈ ગયા છે તેમ ખેતરમાં રેચ પડી ગયા છે અને પાક.ને ખૂબજ નુકશાન થઈ રહયું છે. એક અંદાજ પ્રમાણે સોરઠ પંથકનાં ૧૬ તાલુકા પૈકી ૧૩ તાલુકામાં ૩૦ ઈંચ કરતા વધારે વરસાદ પડી ગયો છે અને ત્રણ તાલુકામાં ર૦ થી ૩૦ ઈંચ સુધીનો વરસાદ થયો છે. સૌથી વધુ વરસાદ સુત્રાપાડા, કોડીનાર અને વિસાવદરમાં થયો છે. આ ઉપરાંત સોરઠનાં ૧ર તાલુકામાં સીઝનનો સરેરાશ વરસાદ ૮પ ટકા જેવો થયો છે. જૂનાગઢ જીલ્લાની વાત કરીએ તો સરેરાશ વરસાદ ૮૮.પ૪ ટકા થઈ ગયો છે. સતત વરસી રહેલા વરસાદને પગલે ગામડા અને તાલુકાઓમાં લીલા દુષ્કાળની ભીતિ સેવવામાં આવી રહી છે અને હવે જાે મેઘરાજા વિરામ લે અને વરાપ આપે તો જ ખેત પાકોને નવજીવન મળે તેમ છે. હળવા ઝાપટા દરમ્યાન જૂનાગઢ જીલ્લાનાં વિવિધ તાલુકામાં આજે સવારે પુરા થતાં છેલ્લા ર૪ કલાક દરમ્યાન પડેલો વરસાદ અને મોસમનો કુલ વરસાદ જાેઈએ તો કેશોદ-ર૪ (૬૮૦ મી.મી.), જૂનાગઢ સીટી અને ગ્રામ્ય-૪ (૮૬૮ મી.મી.), ભેસાણ-પ(પર૮ મી.મી.), મેંદરડા-૧૮(૮૭પ મી.મી.), માંગરોળ-૪ (૮૩૮ મી.મી.), માણાવદર-૪પ (૧૦૦૯ મી.મી.), માળીયા હાટીના-૩૩ (૯૧૩ મી.મી.), વંથલી-૭ (૯૦૭ મી.મી.) અને વિસાવદર-ર૦ (૧૦પર મી.મી.) વરસાદ નોંધાયો છે. આજે સવારથી જ જૂનાગઢ અને આસપાસનાં વિસ્તારોમાં વરસાદનાં હળવા થી ભારે ઝાપટાનો દોર સતત ચાલુ રહયો છે.