જૂનાગઢ ટીંબાવાડી દરગાહની પાછળ આવેલ તક્ષશીલા સોસાયટીમાં રહેતા દિપેનભાઈ અનીલભાઈ વાજા (ઉ.વ. ૩પ)ને આજથી ત્રણ ચાર વર્ષ પહેલા તેમની સોસાયટી પાછળ રહેતા અમીન હુસેનભાઈ અબડાએ મોટર સાયકલ ભાગમાં ભટકાવેલ હોય અને જે વાતનું મનદુઃખ ચાલતુ હોય અને અમીન હુસેન અબડા જયારે જયારે દિપેન અનીલભાઈ વાજાને મળતો ત્યારે ભુંડી ગાળો આપતો અને જે વાતનું મનદુઃખ રાખી અમીન હુસેન અબડા તથા તેની પત્ની રૂકશાનાબેન તથા સોહીલ હુસેનભાઈ અબડા તથા તેની પત્ની નાજમીનબેન તથા સાદાબ કારાભાઈ પલેજાએ સાથે મળી દિપેનભાઈ અનીલભાઈ વાજાનાં ઘરે જઈ દિપેનભાઈ વાજાને ઘરની બહાર બોલાવી તેમને ભુંડી ગાળો આપી ઢીકાપાટુનો માર મારી અને સોહીલ હુસેન અબડાએ પોતાની પાસેનાં લોખંડનાં પાઈપ વડે માર મારી તથા રૂકશાનાબેને દિપેનભાઈ વાજાને બટકુ ભરી અને અમીન હુસેનભાઈ અબડાએ દિપેનભાઈ વાજાને મારી નાખવાનાં ઈરાદે પોતાની પાસે રહેલી છરીનો ઘા વાસાનાં ભાગે મારી દેતા દિપેનભાઈ અનીલભાઈ વાજાનું મૃત્યું થયેલ હતું.
આ બનાવમાં બંને ભાઈઓ અમીન તથા સોહીલને પોલીસે મજેવડી દરવાજા પાસેથી ઝડપી લીધેલ હતાં. તેમજ સાદપ ઉર્ફે સાદાબ કારાભાઈ પલેજાને ચોબારી ગામના રેલ્વે ફાટક પાસેથી ઝડપી લીધેલ હતો. તેમજ મહીલા આરોપીઓ રૂકશાબેન અબડા તથા નાજમીનબેન અબડા રહે. બંને ટીંબાવાડીને ક્રાઈમ બ્રાંચ જૂનાગઢનાં પીઆઈ એચ.આઈ. ભાટી, પીએસઆઈ ડી.જી. બડવા, રાજશ્રીબેન દિવરાણીયાએ પકડી પાડી હસ્તગત કરી સી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપતા તેઓને અટક કરવાની તજવીજ હાથ ધરી
છે.