ડો. વિક્રમભાઈ સારાભાઈની ૧૦૩ની વર્ષગાંઠે પુષ્પાંજલી અર્પતું વિજ્ઞાન જાથા

0

આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતનામ વૈજ્ઞાનિક ડો. વિક્રમભાઈ સારાભાઈની ૧૦૩મી જન્મ જયંતિએ રાજકોટમાં પુષ્પાંજલી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિજ્ઞાનથી માનવ જાતે સુખાકારી, પ્રગતિનાં દ્વાર ખોલ્યા છે. રાષ્ટ્રની પ્રગતિનો આધાર વિજ્ઞાન અભિગમ-દ્રષ્ટિકોણ છે તે સંબંધી વિચારો મુકવામાં આવ્યા હતા. જાથાનાં રાજય ચેરમેન, એડવોકેટ જયંત પંડયાએ પુષ્પાંજલી અર્પતા જણાવ્યું કે, ડો. વિક્રમભાઈનો જન્મ તા.૧રમી ઓગસ્ટ ૧૯૧૯માં અમદાવાદ ખાતે થયો હતો. તેમનું યોગદાન ઈન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, કોમ્યુનીટી સાયન્સ સેન્ટર, સારાભાઈ કેમીકલ્સ સંશોધન ઉદ્યોગ, દવા, ફાર્મસી વિભાગ યાદગાર છે. અવકાશી અવલોકન કેન્દ્રો સ્થાપવામાં અગ્રેસર, પ્રથમ ઉપગ્રહ, વિવિધ ક્ષેત્રે પ્રદાન બદલ વર્ષ ૧૯૬૬માં પદ્મભૂષણ અને વર્ષ ૧૯૭રમાં મરણોત્તર પદ્મવિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિશ્વમાં ભારતનું નામ રોશન કરનાર વૈજ્ઞાનિક ડો. સારાભાઈને ભાવાંજલી અર્પણ કરવામાં આવી હતી.

error: Content is protected !!