કોડીનાર તાલુકાના નગડલા ગામે વર્ષોથી રાષ્ટ્રીય પર્વ ઉપર બાળકોને ભોજન કરાવવાની પરંપરા યથાવત

0

કોડીનાર તાલુકાના નગડલા ગામે વર્ષોથી સ્વતંત્રતા દિવસે અને પ્રજાસતાક દિને ગામના મુસ્લિમ અગ્રણી હાજીભાઈ હાલાઈ દ્વારા  શાળાની અંદર રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવા આવતા તમામ ભૂલકાઓને ભોજન કરાવવાની પરંપરા ચાલુ વર્ષે પણ યથાવત રાખી હતી. નગડલા ગામના મુસ્લિમ અગ્રણી હાજીભાઇ હાલાઈ છેલ્લા ઘણા વર્ષોથી રાષ્ટ્રીય પર્વ ઉપર નગડલા પ્રાથમિક શાળાના શાળામાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવા આવતા બાળકોને જમાડીને જ પોતે જમવાનું નિયમ રાખ્યો છે ત્યારે આ વર્ષે પણ તેમના દ્વારા આ પરંપરા ચાલુ રખાય છે અને રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સહભાગી કરનાર બાળકો તેમના વાલીઓ શિક્ષકો તેમજ ગામના અગ્રણીઓ સૌ સાથે મળી અને ભોજન લઇ જે આ કાર્યક્રમમાં જેના અનેક એના મન એક જેવો સંદેશ આપી ખરા અર્થમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરાઈ છે તેમજ આ કાર્યક્રમમાં સૌ અગ્રણીઓ સાથે મળીને ઉજવતા હોવાથી કોમી એકતાના પણ દર્શન થાય છે.

error: Content is protected !!