જૂનાગઢમાં જન્માષ્ટમીની મધરાતે દામોદર કુંડ ખાતે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી થશે

0

આવતીકાલે જન્માષ્ટમીના દિવસે મધરાતે વિવિધ વિસ્તારોમાં આવેલા અનેક શિવમંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થતી હોય છે. ત્યારે ગીરનાર રોડ ઉપર આવેલા દામોદર કુંડ ઉપર રાધાદામોદરજી મંદિરે દર વર્ષે જન્માષ્ટમીની મધરાતેજ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થાય છે. આ અંગે મંદિરના મેનેજીંગ ટ્રસ્ટી નીરવભાઇ પુરોહિત કહે છે, જન્માષ્ટમીના દિવસે અહીં રાત્રે વિષ્ણુયાગ યજ્ઞ કરવામાં આવે છે અને રાત્રે ૧૨ વાગ્યે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે. જ્યારે ભગવાનનો જન્મ થયો એજ વખતે ઉજવણી શહેરમાં અનેક સ્થળે થતી હોય છે. પણ કૃષ્ણ મંદિરમાં તેની ઉજવણી મધરાતેજ થાય એવા બહુ ઓછા મંદિરો છે. બાકી શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા શિવ મંદિરોમાં લત્તાવાસીઓ ઉજવણી કરતા હોય છે. અહીં દર વર્ષે સાતમ-આઠમની રજા માણવા ભવનાથમાં રાતવાસો કરનાર સહેલાણીઓ પણ મોટી સંખ્યામાં જન્માષ્ટમીની મધરાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં સામેલ થાય છે. શહેરમાંથી મોટી સંખ્યામાં વૈષ્ણવો પણ ઉજવણીમાં સામેલ થાય છે.

error: Content is protected !!