કોમી એકતાનાં પ્રતિક એવા ઉપલા દાતારની જગ્યા ખાતે જન્માષ્ટમીનાં તહેવારો દરમ્યાન સતત ચાર દિવસ સુધી યાત્રિકોનો ભારે ઘસારો રહ્યો હતો. મહંત ભીમબાપુએ જણાવ્યું હતું કે, છેલ્લા ચાર દિવસ અસંખ્ય શ્રધ્ધાળુઓ ઉપલા દાતાર દર્શનાર્થે આવેલ અને છેક સીડી સુધી યાત્રીકોની લાઈનો લાગી હતી અને આવનાર પ્રત્યેક યાત્રાળુઓ માટે ભીમબાપુ દ્વારા ગુંદી, ગાઠીયા, મોહનથાળ, શાક, રોટલી ર૪ કલાક ભોજન પ્રસાદ પીરસવામાં આવતો હતો.