મેઘરાજાની સતત કૃપાને પગલે જળાશયો વારંવાર થયા ઓવરફલો

0

અષાઢ મહિનાથી જ આ વર્ષે મેઘરાજાની શુકનવંતી પધરામણી થયા બાદ સતત બે માસ સુધી મેઘરાજાએ જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં ભારે હેત વરસાવેલ છે. જૂનાગઢ જીલ્લામાં વાત કરીએ તો ૧૦ તાલુકા પૈકી ૭ તાલુકાઓમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ પડી ચુકયો છે. આવા સંજાેગોમાં જળાશયોમાં ભરપુર પાણીની આવક થઈ છે. જૂનાગઢ શહેરને માટે જીવાદોરી સમાના મુખ્ય ડેમોમાં પાણી આવી ચુકયા છે. જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા નરસિંહ મહેતા સરોવરમાં ચોમાસાના દિવસોમાં ભારે વરસાદ થતા વારંવાર નરસિંહ સરોવર છલકાયું છે અને સતત વરસી રહેલા વરસાદમાં નરસિંહ મહેતા સરોવરે માનવ મહેરામણ સરોવરના અલૌકીક નજારો જાેવા ઉમટી પડયું હતું. આ ઉપરાંત આણંદપુર ડેમ, વિલીંગ્ડન ડેમ, હસ્નાપુર ડેમ, ઓઝત ડેમ વગેરેમાં પણ ભારે નિરની આવક થતા આ તમામ ડેમોમાં સંગ્રહ શકિત કરતા પણ વધારે પાણીની આવક રહી હતી અને આ વર્ષે ઓવરફોલોનો નજારો વારંવાર લોકોને જાેવા મળ્યો હતો. ગત બુધવારની વાત કરીએ તો સવારથી બપોર સુધીમાં જૂનાગઢ શહેરમાં ૪ ઈંચ ઉપરાંત વરસાદ પડી જતા નદી-નાળાઓમાં પાણીની પુરપુર આવક થઈ હતી. ભવનાથ વિસ્તાર, દામોદર કુંડ, કાળવા નદી, સોનરખ નદી વગેરેમાં પણ ભરપુર પુર આવ્યા હતા અને જેને નિહાળવા લોકો ઉમટી પડયા હતા.

error: Content is protected !!