જૂનાગઢમાં સાતમ આઠમના તહેવારોમાં ફરસાણ, મિઠાઈના વેપારીઓને ભારે તડાકો

0

સાતમ આઠમના તહેવારો જૂનાગઢ સહિત સોરઠભરમાં ભારે ઉત્સાહમય વાતાવરણમાં ઉજવાયા હતા. કોરોના કાળ બાદ આ વર્ષે આ પ્રથમ તહેવાર એવો હતો કે જેમાં તેજીનો દોર જાેવા મળ્યો હતો. ચોમાસામાં આ વર્ષે મેઘરાજાની પણ સતત કૃપા રહી હતી અને વરસાદની ચિંતામાંથી લોકો મુકત થયા હતા. આ સાથે જ જૂનાગઢ શહેરમાં રાંધણછઠ્ઠના દિવસથી જ બજારોમાં ઘરાકી જાેવા મળી હતી. આમ તો નાગપાંચમથી જ સાતમ આઠમના તહેવારોની હર્ષોઉલ્લાસ પૂર્ણ ઉજવણીનો માહોલ જાેવા મળ્યો હતો. આ વર્ષે તહેવારોમાં ખાસ કરીને ફરસાણ અને મીઠાઈમાં ખરીદી નિકળશે તેને ધ્યાને લઈ જૂનાગઢ શહેરમાં ફરસાણ અને મીઠાઈના વેપારીઓએ બે દિવસ અગાઉથી તૈયારી કરીને માડવા રાખી અને વેંચાણ શરૂ કરી દિધુ હતું. જૂનાગઢ શહેરમાં વિવિધ વિસ્તારોમાં અને મુખ્ય બજારોમાં આવેલા ફરસાણ અને સ્વીટમાર્ટની દુકાનોમાં ઘરાકીનું પૂર જાેવા મળ્યું હતું. બુધવારની સાંજે વરસતા વરસાદ વચ્ચે પણ જૂનાગઢવાસીઓએ ફરસાણની અનેક ચિજવસ્તુઓ અને મીઠાઈની ખરીદી કરી હતી અને લગભગ મોટાભાગના ફરસાણ અને મીઠાઈના વેપારીઓને પોતાની વસ્તુઓનો સ્ટોક એકજ દિવસમાં ખલાસ થઈ ગયો હતો. સાતમ આઠમના તહેવારોમાં મીઠાઈ અને ફરસાણમાં ભારે ઘરાકી જાેવા મળી હતી.

error: Content is protected !!