શ્રાવણ માસનો આજે છેલ્લો સોમવાર હોય અને આ અંતિમ સોમવારે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરનાં શિવ મંદિરોમાં ભકતજનોની ભારે ભીડ લાગી છે. વહેલી સવારથી જ ભોળાનાથને પૂજન, અર્ચન, આરતી, અભિષેક, બીલપત્રથી પૂજા, દુધનો અભિષેક સહિતનાં કાર્યો કરવામાં આવી રહ્યા છે. જૂનાગઢ શહેરમાં આવેલા બિલનાથ મહાદેવ, ભૂતનાથ મહાદેવ, વડલેશ્વર મહાદેવ, ચંદ્રમોલેશ્વર મહાદેવ, ઓમકારેશ્વર મહાદેવ, જટાશંકાર મહાદેવ, ભવનાથ મહાદેવ સહિતનાં શિવ મંદિરોમાં ભાવિકો દર્શનાર્થે ઉમટી પડયા છે અને દેવાધી દેવ ભગવાન શિવજીનાં ચરણોમાં વંદના કરી અને પોતાની પ્રાર્થના વ્યકત કરી અને મનોકામના પૂર્ણ થાય તેવી ભાવના વ્યકત કરવામાં આવી રહી છે.