ખંભાળિયા તાલુકાના કોટા ગામે આવેલા વર્ષો જૂના અને જાણીતા કોટેશ્વર મહાદેવના મંદિર ખાતે હાલ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે નિયમિત રીતે વિવિધ ધર્મમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. અહીં રોશની સભર શ્રૃંગાર દર્શન સાથે લઘુરૂદ્ર યજ્ઞ તેમજ થાળ-પ્રસાદના દર્શનનો લાભ મોટી સંખ્યામાં શિવ ભક્તો લ્યે છે.