ખંભાળિયા તાલુકાના બજાણા ગામના પાદરમાંથી પસાર થતી નદીના કાંઠે બિરાજમાન પ્રાચીન અને પ્રખ્યાત કાશી વિશ્વનાથ મહાદેવના મંદિર ખાતે ભવ્ય અને કલાત્મક રીતે તૈયાર કરવામાં આવેલા બાર જ્યોતિર્લિંગના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. સુંદર સુશોભન તેમજ તમામ જ્યોતિર્લિંગના નામ તથા પ્રતિમાઓ સાથેના આ દર્શન ઉપરાંત ભાવિકો માટે પ્રદક્ષિણા કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. જેનો લાભ મોટી સંખ્યામાં ગ્રામજનોએ લીધો હતો.