ખંભાળિયાના પુરાણ પ્રસિદ્ધ કલ્યાણરાયજી મંદિરે શ્રી કૃષ્ણ જન્મોત્સવ યોજાયો

0

ખંભાળિયા શહેરના પ્રાચીન અને ઐતિહાસિક એવા શ્રી કલ્યાણરાયજી મંદિરે જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભગવાન શ્રીકૃષ્ણના જન્મ ઉત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. શહેરના સ્થાન દેવતા ગણાતા શ્રી કલ્યાણરાયજી મંદિર ખાતે જન્માષ્ટમી નિમિત્તે રાત્રે બાર વાગ્યે કારાગૃહની પ્રતિકૃતિ સાથે શ્રીકૃષ્ણ જન્મ ઉજવાયો હતો. જેમાં કલાત્મક દર્શન સાથે પારણામાં ભગવાન શ્રી કૃષ્ણનું બાળ સ્વરૂપ રખાયું હતું. આ સાથે કલ્યાણરાયજીના સુંદર દર્શન પણ યોજાયા હતા. બીજા દિવસે સવારે પારણા નોમના પણ શરણાઈ સાથે આરતી અને સુંદર દર્શન યોજવામાં આવ્યા હતા. આખા મંદિરને સુંદર રોશની તથા શણગાર સજ્જ કરવામાં આવ્યું હતું. જેમાં દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા. ભગવાન શ્રીકૃષ્ણના કાકા ગણાતા શ્રી કલ્યાણરાયજીના મંદિરે આ સુંદર આયોજન મંદિરના પૂજારી સેવક પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.

error: Content is protected !!