કેશોદમાં લમ્પી વાયરસ ફેલાયો, સરકારી તંત્ર દ્વારા આયોજનનો સદંતર અભાવ

0

તાજેતરમાં સમગ્ર રાજ્યમાં પશુઓમાં લમ્પી રોગનો ફેલાવો થતાં પશુપાલકોમાં ભારે નિરાશા જાેવા મળી રહી છે. ખાસ તો ગૌવંશમાં વધુ પડતો લમ્પી વાયરસ જાેવા મળી રહ્યો છે. થોડા દિવસ અગાઉ સરકારી પશુ ચિકિત્સકો પાસે લમ્પી વાયરસ રસીકરણ ઉપલબ્ધ ન હતું ત્યારે ખાનગી પશુ ચિકિત્સકો દ્વારા પશુઓને રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલમાં કેશોદ શહેરમાં રખડતા ગૌવંશમાં લમ્પી વાયરસનો રોગ જાેવા મળી રહ્યો છે. ત્યારે કોઈપણ સરકારી તંત્ર દ્વારા ગૌવંશને સલામત સ્થળ કે આઈસોલેશન વોર્ડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. ત્યારે કેશોદના ધારાસભ્ય પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી દેવાભાઈ માલમ દ્વારા જાે કેશોદ શહેરમાં જ ગૌવંશ માટે લમ્પી વાયરસ અંગે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. કેશોદના વોર્ડ નંબર-રમાં ગાયને લમ્પી વાયરસના લક્ષણ જાેવા મળી રહ્યા છે છતાં સરકારી તંત્ર દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી. ત્યારે શહેરમાં અન્ય ગૌવંશમાં લમ્પી વાયરસનો રોગ ફેલાયો હશે તેની વ્યવસ્થા કરવામાં આવશે કે કેમ તે જાેવાનું રહ્યું. કેશોદમાં રખડતા ગૌવંશના આશ્રય માટે વર્ષોથી રજૂઆત થતી આવે છે છતાં કોઈપણ જાતની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી. હાલ કેશોદના ધારાસભ્ય પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી દેવાભાઈ માલમ ગૌસંવર્ધન મંત્રી હોય, રખડતા નિરાધાર ગૌવંશ માટે કોઈ યોજના બનાવી ગૌવંશના આશ્રય માટે નિવાસ સ્થાન બનાવી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેમજ જે લમ્પી વાયરસ રોગથી પીડાતા ગૌવંશ માટે અલગ આયોજન કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

error: Content is protected !!