જૂનાગઢ, સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજનાં ટ્રસ્ટી હસુભાઈ જાેષીનાં નિવાસ સ્થાન જાેશીપરા સ્થિત બાપુનગર સોસાયટી ખાતે ગઈકાલે શ્રાવણ માસનાં અંતિમ સોમવારે લઘુરૂદ્ર તથા ચંડીયજ્ઞનું આયોજન કરાયું હતું. જેમાં જટાશંકર મહાદેવની જગ્યાનાં મહંત પૂ. પૂર્ણાનંદબાપુએ ઉપસ્થિત રહી યજ્ઞમાં બીડુ હોમ્યું હતું. આ તકે જૂનાગઢનાં કોર્પોરેટર આરતીબેન જાેષી, વિનુભાઈ જાેષીએ પણ ઉપસ્થિત રહી યજ્ઞમાં આહુતિ આપી હતી.