જૂનાગઢમાં પ્રભાવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે જરૂરિયાતમંદ પરિવારોને માર્કસીટની નકલ ઉપરથી વિનામૂલ્યે ચોપડા વિતરણ કરવામાં આવે છે. જેના મુખ્ય દાતા હરસુખભાઈ દેસાઈ(રાજકોટ), મંગળાબેન તથા જયંતીભાઈ ગણાત્રા, હીરાલાલભાઈ ઠક્કર (અમદાવાદ), ધીરેનભાઈ ગણાત્રા, કનકબેન રૂપારેલીયા, જયશ્રીબેન રૂઘાણી, પંકજભાઈ પલાણ, મારૂતિ પેટ્રોલપંપ – મનસુખભાઈ પોપટ, છગનલાલભાઈ સુંદરજી ગંગદેવ, મનુભાઈ પટેલિયા, મિહાન બદીયાણિ, મીલીન્દ ખખ્ખર, ભૂપેન્દ્ર મજિઠિયા, ડો. રામકૃષ્ણ જાેષી, મીનાબેન રાજેશભાઈ લાલચેતા, કિશોરભાઈ પાબારી, કૃતજ્ઞ ગઢીયા વગેરે દાતાઓના સાથ અને સહકારથી તેજસ્વી વિદ્યાર્થીઓને પુરસ્કારરૂપે તેમજ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સહાયના ભાગરૂપે આપી શક્યા છે. આ તકે ચેતનાબેન મીશ્રાણી તથા તેમની સમગ્ર ટીમ દરેક દાતાઓનો આભાર માને છે.