શાળાઓ શરૂ થયાનાં બે માસ પછી પણ ગ્રાન્ટેડ સ્કૂલોમાં વર્ગ વધારાની કાર્યવાહી ન થતાં વિદ્યાર્થીઓને થઈ રહ્યું છે નુકશાન

0

રાજયની કમિશ્નર ઓફ સ્કૂલની કચેરી દ્વારા સ્કૂલો શરૂ થયાનાં બે માસ જેટલો સમય વિતી ગયો હોવા છતાં હજુ સુધી ગ્રાન્ટેડ સ્કૂલોમાં વર્ગ વધારા માટેની કાર્યવાહી કરી ન હોવાનું સામે આવ્યું છે. આ કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હોવાથી ગ્રાન્ટેડ સ્કૂલોનાં વિદ્યાર્થીઓને નુકશાન થઈ રહ્યું હોવાનો આક્ષેપ સંચાલક મંડળ દ્વારા કરવામાં આવ્યો છે. જયાં સુધી સરકાર દ્વારા સમર્થન અંગેનો પત્ર ન મળે ત્યાં સુધી આવા વર્ગો માટે પ્રવાસી શિક્ષકોની ફાળવણી કરવામાં આવે તેવી માંગણી પણ સંચાલક મંડળ દ્વારા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, શૈક્ષણિક વર્ષ ર૦રર-ર૩નાં પ્રથમ સત્રનો લગભગ અંત આવી ગયો છે અને એકાદ માસ પછી દિવાળીની રજાઓ પડશે. ધોરણ-૯ થી ૧રનાં પ્રથમ કે ક્રમિક ગ્રાન્ટેડ વર્ગો વધારવા માટે અરજી કરવાની જાહેરાત કમિશ્નર ઓફ સ્કૂલની કચેરી દ્વારા કરવામાં આવી ન હોવાનું સંચાલક મંડળ દ્વારા જણાવાયું હતું. વર્ષ ર૦ર૦-ર૧નાં શૈક્ષણિક વર્ષનાં અંતે રાજય સરકારનાં નિર્ણયથી ધોરણ-૧૦નાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. શિક્ષણ વિભાગનાં ર૦૧૧નાં ઠરાવ અન્વયે કોઈપણ શાળાને વર્ગ વધારો આપતા પહેલા છેલ્લા ૩ વર્ષનાં ધોરણ-૧૦ની બોર્ડ પરીક્ષાનાં પ૦ ટકા કે વધુ પરિણામોની જાેગવાઈ હેઠળ વર્ગ વધારાની કાર્યવાહી થાય છે. આ અંગે સંચાલક મંડળનાં પ્રમુખ ભાસ્કર પટેલે કમિશ્નર ઓફ સ્કૂલની કચેરીનાં નિયામકને પત્ર લખીને રજૂઆત કરી હતી.જેમાં જણાવાયું હતું કે, ગ્રાન્ટેડ શાળા શરૂ થયાને ૩ મહિનાનો સમય વિતી ગયો છે અને પ્રથમ ક્રમિક વર્ગ વધારામાં વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય શરૂ થઈ ગયું છે. જયાં સુધી સરકારનો સમર્થનનો પત્ર કમિશ્નર ઓફ સ્કૂલની કચેરીને ન મળે ત્યાં સુધી આ પ્રકારનાં વર્ગો માટે પ્રવાસી શિક્ષકો જે તે જીલ્લાનાં જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા ખાસ કિસ્સામાં ફાળવવામાં આવે તે જરૂરી છે. કચેરીની લેખિત સૂચના ખૂબ જ જરૂરી હોવાનું જણાવી છે, કેમ કે જીલ્લા કક્ષાએ જીલ્લા શિક્ષણાધિકારીઓ દ્વારા આ પ્રકારનાં વર્ગોને અમાન્ય ગણવામાં આવે છે. કચેરી દ્વારા થયેલા વિલંબનો ભોગ ગુજરાતનાં ગ્રાન્ટેડ શાળાનાં વિદ્યાર્થીઓને બનવું પડે છે. જેથી પ્રવાસી શિક્ષક તાત્કાલીક ફાળવણી આપવા માટે રજૂઆત કરાઈ છે.

error: Content is protected !!