શ્રાવણનાં અંતિમ સોમવારે જૂનાગઢમાં બિલેશ્વર મહાદેવને અનોખો શણગાર

0

પવિત્ર શ્રાવણ માસનાં અંતિમ સોમવારે જૂનાગઢમાં બિલેશ્વર મહાદેવને અનોખો શણગાર કરવામાં આવ્યો હતો. શિવભકત નિવૃત એએસઆઈ રાજુભાઈ વ્યાસ અને તેમનાં પરીવાર દ્વારા શ્રાવણનાં છેલ્લા સોમવારે શિવવંદના કરવામાં આવી હતી. જેનાં ભાગરૂપે જૂનાગઢમાં ચોબારી રોડ ઉપર આવેલ બિલેશ્વર મહાદેવને વિવિધ પુષ્પોનો ભવ્ય શણગાર કરવામાં આવેલ હતો. તેમજ ૧૦૧ દિવાની દિપમાળા સાથે મહાપ્રસાદ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો લાભ લઈ વ્યાસ પરીવાર અને અન્ય શિવભકતોએ ધન્યતા અનુભવી હતી.

error: Content is protected !!