જૂનાગઢનાં જાેષીપરા, શાંતેશ્વર રોડ, શકિતનગરમાં જાહેરમાં જુગાર રમતી મહિલાઓ ઝડપાઈ

0

જૂનાગઢ બી ડીવીઝન પોલીસે જાેષીપરાનાં શાંતેશ્વર રોડ, શકિતનગર-૧ નજીકથી જાહેરમાં જુગાર રમતા ૮ મહિલાને રૂા.પ,૩૧૦ની રોકડ સાથે ઝડપી લીધેલ છે. જયારે તાલુકા પોલીસે સરગવાડા ગામેથી એવરેસ્ટ પ્લાસ્ટીકનાં બંધ કારખાના નજીકથી જાહેરમાં જુગાર રમતા ૬ શખ્સોને રૂા.૪૭,૦ર૦ની રોકડ સાથે ઝડપી લીધેલ છે. જયારે વિસાવદર પોલીસે મુની આશ્રમ જતા રસ્તા ઉપરથી જાહેરમાં જુગાર રમતા ૮ શખ્સોને રૂા.૧૦,ર૪૦ની રોકડ સાથે જુગાર રમતા ઝડપી લીધા છે. આ ઉપરાંત ભેંસાણ પોલીસે માલીડા ગામેથી જાહેરમાં જુગાર રમતા ૮ શખ્સોને રૂા.૧૧,૭૭૦ની રોકડ સાથે ઝડપી લીધેલ છે. દરમ્યાન જૂનાગઢ સહિત સોરઠમાં તહેવારો દરમ્યાન જુગારની મોસમ પણ પુર બહારમાં ખીલી ઉઠી છે અને પોલીસ દ્વારા ઠેર ઠેર જુગારનાં દરોડા પાડી અને પત્તાપ્રેમીઓ સામે ધોરણસરની કાર્યવાહી કરી છે.

error: Content is protected !!