માળીયા હાટીના તાલુકાનાં કુકસવાડા ગામનાં દિનેશભાઈ મંગાભાઈ ધોડીયાએ અજાણ્યા ટ્રક ચાલક વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામનાં ફરિયાદી તેની પત્ની તથા તેનાં દિકરાને અજાણ્યા ટ્રક ચાલક વાળાએ પોતાનાં હવાલાનો ટ્રક ગફલતભરી રીતે રીવર્સમાં ચલાવીને ફરિયાદીનાં મોટરસાઈકલને હડફેટે લેતા દિનેશભાઈ તથા તેનાં પત્ની અને દિકરા વિવેકને શરીરનાં વિવિધ ભાગો ઉપર ઈજા પહોંચી છે તેમજ ફેકચર પણ થયેલ છે. આ અજાણ્યો ટ્રક ચાલક મોટરસાઈકલને હડફેટે લઈ ઈજા પહોંચાડી અને નાશી છુટયા અંગે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરેલ છે. ભેંસાણ ચોકડીથી આગળ જતા માર્ગ ઉપર આ બનાવ બન્યો છે. જે અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.