જૂનાગઢના વડાલ અને ઈસાપુર ગામને જાેડતી પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના બુરે દિન

0

જૂનાગઢ પંથકમાં આવેલ વડાલ અને ઈશાપુર ગામને જાેડતી પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બનાવવામાં આવેલ રોડ ઉપર ખાડાઓનું સામ્રાજ્ય જાેવા મળી રહ્યું છે. આ માર્ગ ઉપરથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બાઈક ચાલક આ રોડ ઉપરથી પસાર થતાં અકસ્માતનો ભોગ બને તેવા રસ્તાના હાલ બની ગયા છે. આટલી હદે ખરાબ રસ્તો હોવા છતાં જવાબદાર માર્ગ અને મકાન વિભાગના તંત્ર દ્વારા હજુ સુધી કોઇ કાર્યવાહી કરાઇ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સડકની ટર્મ પૂરી થઇ ગઇ હોવા છતાં હજુ સુધી નવી સડક બનાવાઈ નથી. છેલ્લે ચોમાસા પૂર્વે થોડાક ખાડાઓમાં માત્ર કાંકરી પાથરી દઇ સંતોષ માનવામાં આવ્યો હતો.

error: Content is protected !!