શ્રાવણ માસ અંતિમ ચરણમાં, ગુરૂવારથી શ્રધ્ધાળુઓ પિતૃનાં મોક્ષાર્થે કરશે તર્પણ

0

દેવાધિ દેવ ભગવાન શિવજીની ભકિતમાં આખો માસ શ્રધ્ધાળુઓ રહ્યા છે અને શિવ મંદિરોમાં અનેક ધાર્મિક કાર્યક્રમો શ્રાવણ માસ દરમ્યાન યોજવામાં આવ્યા છે. શ્રાવણ માસ અંતિમ ચરણ પ્રવેશી ગયો છે. આજે એકાદશી હોય દેવ મંદિરોમાં વિશેષ પૂજા અને દર્શનનો લાભ ભાવિકોને મળી રહ્યો છે. ગુરૂવારથી શરૂ થતા બારસ, તેરસ અને ચોૈદશ એટલે કે ભાદરવી અમાસનો દિવસ પિતૃઓનાં તર્પણ વિધીનાં દિવસો છે. મૃત આત્મા તેમજ પરિવારજનોનાં સ્વજનો કે જે મૃત્યું પામ્યા છે અને તેઓની કંઈ પણ તૃસા અધુરી રહી ગઈ હોય તો તેનાં માટે વિધી-વિધાન કરવા પડે છે. પિતૃઓનાં આર્શીવાદ થકી લોકો સુખ, શાંતિ અને સમૃધ્ધી ભોગવતા હોય છે. પિતૃઓને શાંતિ મળે તે માટે પીંડ દાન, પિતૃ તર્પણ વિધી સહિતનાં વિધી-વિધાન કરવામાં આવતા હોય છે. આ સાથે જ ગુરૂવારથી શરૂ થતા ત્રણ દિવસો દરમ્યાન પીપળે પાણી રેડવાથી પણ પિતૃઓને મોક્ષ મળતો હોય છે. આવતીકાલથી દેવ મંદિરમાં અને ધાર્મિક જગ્યાઓમાં જયાં પણ પીપળો હશે ત્યાં શ્રધ્ધાળુઓ પૂજન વિધી કરી અને પીપળે પાણી રેડશે. તેમજ દામોદર કુંડ, પ્રાંચી તીર્થધામ ખાતે પણ હજારો શ્રધ્ધાળુઓ પિતૃ તર્પણ વિધીનો કાર્યક્રમ યોજી અને પિતૃઓનું શ્રધ્ધા પૂર્વક શ્રાધ્ધકર્મ કરશે.

error: Content is protected !!